નવસારીની ચોથા અધિક સત્ર ન્યાયાલયે હાફ મર્ડર કેસમાં આરોપી મિહિર રમેશ હળપતિને રેગ્યુલર જામીન મંજુર કર્યા છે. બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ગંભીર ઈજાના ગુનાની ફરિયાદ નોંધાઇ હતી, જેમાં આરોપીએ ફરિયાદીને ચપ્પુ મારતા આંતરડું બહાર આવી ગયાનું જણાયું હતું. આરોપી ૭ ઓગસ્ટથી નવસારી સબ જેલમાં હતો. આરોપી તરફથી એડવોકેટ અમિતકુમાર સોલાએ દાખલ કરેલી જામીન અરજી મંજુર થઈ.