વડોદરા: તહેવારો ટાણે લોકોની સુરક્ષા કાજે પોલીસ વિભાગ ખડેપગે,ગોરવા પોલીસ મથકે મનાવ્યો દીપાવલી પર્વ
વડોદરા : નગરજનો શાંતિથી તહેવારોની ઉજવણી પોતાના પરિવારજનો સાથે કરી શકે તે માટે વડોદરા શહેર પોલીસ ફરજ પર ખડેપગે જોવા મળી છે.લોકો રંગે ચંગે દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પોલીસ કર્મચારીઓ પણ પોતાના પરિવાર સાથે દિવાળીનો પર્વ મનાવી શકતા નથી.ત્યારે ગોરવા પોલીસ મથક ખાતે પોલીસ કર્મચારીઓએ ભેગા મળી પોલીસ મથકમાં દીવડા પ્રચલિત કરી ફટાકડા ફોડી દિપાવલી પર્વ મનાવ્યો હતો.