ગોધરા: શહેરની મધ્યમાં આવેલી સરકારી જમીન પર તત્વમ ઇમેજિંગ સેન્ટર નામના અનધિકૃત બાંધકામ સામે કડક કાર્યવાહી
ગોધરા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર “તત્વમ ઇમેજિંગ સેન્ટર” નામે અનધિકૃત બાંધકામ અને વાણિજ્ય ઉપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ જમીન વર્ષ 1920માં રહેણાંક હેતુ માટે 50 વર્ષના ભાડાપટ્ટે અપાઈ હતી, પરંતુ મુદત પૂર્ણ થયા બાદ ન રિન્યુ કરાઈ. મંજૂરી વિના બાંધકામ, વાણિજ્ય ઉપયોગ અને ભાડાપટ્ટા હક્કોની ગેરકાયદે તબદીલી થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું. આથી જિલ્લા કલેક્ટરે 30 દિવસમાં અનધિકૃત બાંધકામ દૂર કરવાનો આદેશ આપ્યો છે અને અન્યથા કડક કાર્યવાહી