ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ અને ૫ વચ્ચેના સ્ટીલના બાકડા પરથી એક અજાણ્યા આશરે ૭૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો અને અકસ્માતે મોતની ફરિયાદ નોંધાવી. પ્રાથમિક તપાસમાં કોઈ બીમારીના કારણે કુદરતી રીતે મૃત્યુ થયાનું જણાયું છે. મૃતક ઘઉંવર્ણના, ૫ ફૂટ ૫ ઇંચ ઊંચા અને પાતળા બાંધાના હતા. તેમણે ભૂરા રંગનું શર્ટ, છીકણી રંગનું પેન્ટ અને કાળું ગરમ જેકેટ પહેરેલું હતું. પોલીસે મૃતકના વાલ