બેચરાજી: તહેવારોને લઈ બેચરાજી પોલીસ દ્વારા નવતર પ્રયોગ,ટ્રાફિક તેમજ ચોરીની ઘટનાઓ ડામવા માટે લાઉડ સ્પીકર પર સુચનો આપ્યાં
બેચરાજી ખાતે બેચરાજી પોલીસ દ્વારા તહેવારો દરમિયાન ટ્રાફિક તેમજ ચોરીની ઘટનાઓનાં ના બને તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. લબેચરાજી પોલીસના જવાનો દ્વારા બેચરાજી બજારોમાં વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા લોકોને જાહેર સૂચનો કરવામાં આવ્યા હતા.તહેવારો દરમિયાન કિંમતી દર દાગીના,રોકડ રકમ વગેરે સાચવીને રાખવા તેમજ બને તો પહેરીને ના આવવું તેમજ બજારમાં ટ્રાફિકને લઈ પાર્કિંગ અંગે જાણકારી આપવામાં આવી હતી.