કપરાડા: પોલીહાઉસથી આત્મનિર્ભર બન્યો સુખાલાનો યુવા ખેડૂત
Kaprada, Valsad | Sep 26, 2025 સુખાલાના શિક્ષિત આદિવાસી યુવા ખેડૂત હાર્દિક પટેલે રાજ્ય સરકારની સહાયથી ૩ યોજનાઓમાં પોલીહાઉસ સ્ટ્રકચર ઉભું કરી રૂ. ૪૯ લાખની સબસિડીનો લાભ મેળવ્યો છે. વૈશ્વિક ટેકનોલોજી અપનાવી ઓર્કિડના ફૂલની ખેતી શરૂ કરી તેમણે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. હાલમાં તેઓ સિઝનમાં મહિને ૧ થી ૧.૫ લાખ તથા ઓફ સિઝનમાં ૬૦ થી ૭૦ હજાર રૂપિયા કમાઈ આત્મનિર્ભર બન્યા છે. હાર્દિક પટેલ જણાવે છે કે સરકારની સહાય વિના આ ખેતી અશક્ય હતી...