વડાલી: શહેરની સગરવાસ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પોષણ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
વડાલી સગરવાસ અને બ્રહ્મપુરી, પોલીસ લાઇન, શિશુ સંસ્કાર અને ગુલશન પાર્ક સહિત ની આગણવાડી ઓ નો કાર્યક્રમ આજે એક વાગે સગરવાસ ની આંગણવાડી માં યોજાયો હતો .જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આયોજન થયું જેમાં બાળકો ના ગ્રેડ માં સુધારો થયેલ તે બાળકોને કલર અને ચિત્રપોથી તેમજ વાલીઓને પોષણ જાગૃતિ ના રૂમાલ મહેમાનો દ્વારા આપી પ્રોત્સાહિત - સન્માનિત કરવામાં આવેલ. અને પોષણ જાગૃતિ અનુલક્ષી સંબોધન અને જાગૃતતા ફેલાવવા માટે સંદેશો આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.