પારડી: પારડીના ખુંટેજમાં જૂની અદાવતે ઘરમાં ઘુસી હુમલો: પીડિતને ઈજા, પોલીસ ફરિયાદ દાખલ, તપાસ શરૂ કરાઈ, CCTV પણ સામે આવ્યા
Pardi, Valsad | Sep 18, 2025 વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખુંટેજ ગામના પટેલ ફળિયામાં 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે આશરે પોણા સાત વાગ્યે મારામારીની ઘટના બની હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ગામના નેવા ફળિયાના રહેવાસી મહેશભાઈ ભાણાભાઈ પટેલ, જે જિગ્નેશભાઈના મિત્ર છે, તેમણે જૂની અદાવતને કારણે આ કૃત્ય આચર્યું હતું.