આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણા હેઠળ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના માર્ગદર્શન અનુસાર તાલુકા શિક્ષણ સમિતિ ઝાલોદ તથા બી.આર.સી. ભવન ઝાલોદ દ્વારા તાલુકા કક્ષાના“બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન”નું આયોજન સીમલખેડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં તાલુકાના વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તૈયાર કરેલા મોડેલ, પ્રોજેક્ટ અને નવીન વિચારો રજૂ કર્યા હતા.