દેત્રોજ રામપુરા: ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના બહાને મહિલા સાથે 2 લાખની ઠગાઈ
આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ નવરંગપુરામાં રહેતી મહિલાએ નવરંગપુરા પોલીસમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાયબર ગઠિયાએ ક્રેડિટ કાર્ડ નંબર એક્ટિવ કરવાનું કહી મહિલાનો સંપર્ક કર્યો.મહિલાને વિશ્વાસમાં લઈ આરબીએલ બેંક નામની એપ્લિકેશન લિંક મોકલી.મહિલાએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા જ સાયબર ગઠિયાએ પૈસા સેરવી લીધા. છેતરપિંડી મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી 1.95 લાખ રૂપિયા અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરી લીધા હતા.