જૂનાગઢ: શહેરના દોલતપરા વિસ્તારમાંથી જુગાર રમતા 5 ઈસમોને ₹66,100 ના કુલ મુદ્દા માલ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
જુનાગઢના ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે દોલતપરા મસ્તરામ બાપુ ના મંદિર પાછળ જાહેરમાં અમુક ઈસમો ગંજીપતાના પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે રેડ કરતા મહેશભાઈ જમનભાઈ સગારકા, ઇમરાન સાલમભાઈ હેદરા, સાગર સતિષભાઈ સિધપુરા, ગુલામજીલાણી હનીફભાઈ કાળવાતર અને સાબીર રહીમભાઈ કાળવાતર મળી 5 ઈસમોને રોકડ રૂપિયા 26,100 મોબાઈલ ફોન 4 કિંમત રૂપિયા ₹40,000 મળી કુલ ₹66,100 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.