ગાંધીધામ: આદિપુરમાં લૂંટ-હુમલાના કેસમાં પાવૈયા મઠના વડાની આદિપુર પોલીસ સ્ટેશન ખાતે યોગ્ય કાર્યવાહીની માંગ
આદિપુરમાં ભિક્ષાવૃત્તિને લઈને પાવૈયાઓના બે જૂથ વચ્ચે થયેલી લૂંટ અને હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે.બે દિવસ પહેલા મઠમાંથી બેદખલ કરાયેલા પાવૈયાઓએ ફરિયાદી જૂથના પરીદે ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી, હુમલા દરમિયાન ₹31,200ની કિંમતની સોનાની બુટ્ટી અને રોકડની લૂંટ પણ કરવામાં આવી હતી.આ મામલે આદિપુર પાંચવાડી પાવૈયા મઠના માનસીદે નાયક શબનમ દે દ્વારા આજરોજ આદિપુર પોલીસ મથકે પહોંચી હુમલાખોરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.