દાહોદ: દિલ્લીમાં બૉમ્બ બ્લાસ્ટની ઘટનાને લઈ દાહોદના રેલવે સ્ટેશન,બસ સ્ટેશન,તેમજ વાહન ચેકીંગં દાહોદ પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી
Dohad, Dahod | Nov 11, 2025 દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટની ગંભીર ઘટનાના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દાહોદમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાહોદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે દાહોદ મા ભીડભાડવાળા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન,અને અન્ય જાહેર સ્થળોએ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સુરક્ષા માટે જુદી જુદી પોલીસ ટીમોને તૈનાત કરવામાં આવી છે.