દિવાળી વેકેશન દરમિયાન અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા રાજેશ ત્રિવેદી નામના તબીબના બંગલાને નિશાન બનાવી રોકડ રકમ સહિતની મત્તા પર હાથફેરો કરી ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓની પાલનપુર ઊગત કેનાલ રોડ પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચે શનિવારના રોજ ધરપકડ કરી હતી.જેમાં ભોપિન્દ્ર સારકી,રોશન સારકી સહિત સૌરભ કનોજીયા નો સમાવેશ થાય છે.જ્યાં આરોપીઓ પાસેથી 40 હજારની મત્તા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.