આજે તારીખ 04/12/2025 ગુરુવારના રોજ મળતી માહિતી મુજબ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે કેળકુવા ખાતેથી વિદેશી દારૂ જપ્ત કર્યો.સાગટાળા પોલીસે મોટર સાયકલ પર હેરાફેરી કરાતો કુલ 10,206 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો.મોટર સાયકલ મળી કુલ 30,206 રૂપિયાના મુદામાલ ઝડપી પાડી 2 ઇસમો વિરુદ્ધ સાંજે 8.30 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.