કપરાડા: તાલુકાની કોલેજમાં છ દિવસીય ઇનોવેશન વર્કશોપનું સફળ આયોજન
Kaprada, Valsad | Sep 16, 2025 તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે આચાર્યશ્રી મનોજકુમાર પી. પટેલના નેતૃત્વ હેઠળ ઇનોવેશન ક્લબ દ્વારા “ઇનોવેશન મેરેથોન: ૩૦ કલાક ક્રિએટીવીટી” થીમ સાથે છ દિવસીય વર્કશોપ યોજાયો. રોજ પાંચ કલાક ચાલેલા આ વર્કશોપમાં હર્બલ સાબુ, શેમ્પુ, તેલ બનાવવાની તાલીમ સાથે મહેંદી, મેકઅપ, નેઇલ આર્ટ, ક્લે-આર્ટ તથા મધમાખી ઉછેર જેવી પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી. કુલ ૧૧૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.