LCB સ્ટાફના માણસોએ બોરસદ-વાસદ ચોકડી પાસે આવેલી દુકાન પર દરોડો પાડ્યો હતો. દુકાનમાં તપાસ કરતા ત્યાં હાજર વિપુલ પટેલ (ઉં.વ. 43) પાસેથી ગોગો પેપર સ્ટ્રીપ અને પેપર કોનના કુલ 9 બોક્સ, જેમાં કુલ 504 નંગ હતા, મળી આવ્યા હતા. પોલીસે વિપુલ પટેલ વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.