વડોદરા: છાણી એકતાનગરમાં પાણી પ્રશ્ને લોકોમાં રોષ,આંદોલનની ચીમકી ઉચ્ચારી
વડોદરા : શહેરના છાણીના એકતા નગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે.સતત રજૂઆતો છતાં પણ સમસ્યાનું સમાધાન ન થતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.વિસ્તારને રશ્મિકાબેન વાઘેલાએ દત્તક લીધેલો હોવા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી.વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવેતો લોકો ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે.