મુળી: ટીકર ગામના બાળકોએ રોકડ રૂપિયા મૂળ માલિકને પરત આપી માનવતા દર્શાવી.
મુળી તાલુકાના ટીકર ગામના બાળક દ્વારા ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં દુધઈ ગામે મંદિરના મહંત રામબાપુ અને સંતો દ્વારા બહારગામથી દુધઈ મંદિર તરફ આવતા હોય જે દરમિયાન ટીકર ગામ નજીક 25000 રૂપિયા રોકડા પડી જતા આ રૂપિયા કેતનભાઇ જેઠાભાઈ ગડીયા દર્શનભાઈ મહેશભાઈ ગડીયા જયપાલ ભાઈ ગડિયા હાર્દિકભાઈ અને મેહુલભાઈને મળતા આ ₹25,000 જેટલી રકમ દુધઈ મંદિરના મહંત રામ બાપુને પરત કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું