આજે તારીખ 04/01/2026 રવિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સિંગવડ તાલુકાની કબૂતરી નદીના કિનારે બિરાજમાન માં ભમરેચી ધામ ખાતે ત્રણ દિવસીય શતચંડી મહાયજ્ઞ અને અખંડ સુંદરકાંડની ભવ્ય પૂર્ણાહુતિ યોજાઈ હતી.આ મહાયજ્ઞના યજમાન જશવંતસિંહ ભાભોર તથા તેમના ધર્મપત્ની કંચનબેન ભાભોર દ્વારા વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમના પિતા મહંત સુમરણદાસ અને તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન દ્વારા માતા-પિતાના આશીર્વાદ લેવામાં આવ્યા હતા.