દસાડા તાલુકાના પાટડી શહેરમાં ગત ૦૭-જાન્યુઆરીના રોજ ગવાણાં ગામના નિવૃત કર્મચારી જ્યારે SBI બેન્ક માંથી પૈસા ઉપાડી અને બહાર આવી રહ્યા હતા જે બાદ બે લોકોએ તેમની નજર ચુકાવી અને પૈસા ભરેલ બેગની ચોરી કરી હતી જેમાં ઘેરથી લાવેલ રૂ.૫૦,૦૦૦ બાઇકની RC બુક તથા જરૂરી કાગળો લઈને ગવાણાં ગામના કરમણભાઈ સગર બેંકે આવેલ હતા જ્યાંથી તેઓએ રૂ.૩૫,૦૦૦ ઉપાડ્યા હતા અને તે પૈસા ઉપાડી કુલ રૂ.૮૫,૦૦૦ લઈને બહાર આવી રહ્યા હતા તે અરસામાં બે ગઠિયાઓ તેઓની નજર ચૂકવી પૈસા લઈ ગયા હતા.