અમીરગઢ: ઇકબાલગઢનાં જંગલમાંથી શિકાર કરતા ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી બંદૂકોની તપાસ SOG ને સોપાઈ
ઇકબાલગઢ ના જેસુર જંગલમાંથી નીલ ગાયનો શિકાર કરતા ઝડપાયેલા દસ આરોપીઓ પાસેથી મળી આવેલી બંદૂકોની તપાસ એસોજી પોલીસને સોંપવામાં આવી છે આજે ગુરુવારે બે કલાકે ફોરેસ્ટ અધિકારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે પાચ બંદૂકોમાંથી જે ચાર બંદૂકો લાયસન્સ વિનાની હતી તેની તપાસ એસોજીને સોંપવામાં આવી છે.