ગાંધીનગર: ઈકો કાર લોન મંજૂર કરવા 4200ની લાંચ લેતા ઉદ્યોગ કેન્દ્રના સુપરિન્ટેન્ડેન્ટ પટાવાળો MS બિલ્ડીંગ કમ્પાઉન્ડ ખાતેથી ઝડપાયા
ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના બે કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. સેક્ટર-11 સ્થિત સહયોગ સંકુલના પાંચમા માળે આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ મૌલિક પટેલ અને પટાવાળા પ્રવીણ શ્રીમાળીએ વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ઈકો ગાડી ખરીદવા માટેની ₹7.74 લાખની સબસિડી લોન મંજૂર કરવા માટે ₹4,200ની લાંચની માગણી કરી હતી.