મુળી: મૂળીના શેખપર ગામે રહેણાક મકાનમાં તસ્કરોનો હાથફેરો.
મૂળીના શેખપર ગામના જમનાબેન જેરામભાઈ પરમાર હાલ પોતાના દીકરાના ઘરે સાણંદના મોરૈયા ગામ ખાતે રહેતા હોય અને મેહુલભાઈ શેખપર ગામે રહેણાક મકાને આવતા ઘરના દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો જેથી ઘરમાં જઈને જોતા અંદર તમામ સામાન વેર વિખેર પડ્યો હોય અને તપાસ કરતા સોના અને ચાંદીના આભૂષણો ૧૩૫૦ ગ્રામ કિંમત ૩૭ હજાર રૂપિયાના કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ ગયો હોવાનું સામે આવતા મૂળી પોલીસ મથકે ચોરી અંગેનો ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.