જૂનાગઢ: ગુજસીટોક કેસમાં મોટું પગલું,ગેંગ લીડરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી,પોલીસે અલગ અલગ જગ્યાએ ગુનાનુ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યુ
જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી અને માથાભારે તત્વોના અસ્તિત્વને જડમૂળમાંથી નાશ કરવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાહિત ઇતિહાસ ધરાવતી પાંચ આરોપીઓની ગેંગ વિરોધ ગુજસીટોક 2015 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગેગના મુખ્ય સૂત્રધાર દિલીપ ઉર્ફે દિલા છેલાણાની ધરપકડ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈને ગુનાનુ રિ- કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.