સાવરકુંડલા: સાવરકુંડલામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી હલચલ,આરોગ્ય પશુ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસની નોંધ થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સાવરકુંડલા તાલુકાના માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીમાં લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.