માણસા: છેલ્લા ત્રણ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી માણસા પોલીસ
વર્ષ 2022માં માણસા પોલીસ મથકમાં 12.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાનો આરોપી પંકજભાઈ પ્રવીણ ચંદ્ર ખીરેયા છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપીને સાબરકાંઠા lcb દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જે આરોપીની પોલીસે અટક કરી માણસા પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એક મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી હતી.