ચીખલી તાલુકાના ખુડવેલ ગામની પૂર્વી દર્શન પટેલે રોબોટિક્સ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. કેન્દ્રીય વિધાલય ટોકરખાડા, સેલવાસ ખાતે ધોરણ-6માં અભ્યાસ કરતી પૂર્વીએ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપ જીતીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી મેળવી હતી.