ડીસા ખાતે રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ કરાશે...
Deesa City, Banas Kantha | Dec 1, 2025
આગામી ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ.૨૭.૫૬ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે.