રાજકોટ પૂર્વ: રાજકોટ શહેરમાં તૂટેલા રોડ રસ્તાઓ પહેલી ઓક્ટોબરથી સમારકામ શરૂ કરવામાં આવશે
રાજકોટ શહેરમાં તૂટેલા રોડ રસ્તા અને ખાડા ઓના કારણે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તંત્ર દ્વારા રોષ શાંત કરવા ખાડા બૂરવાની કામગીરી શરૂ કી છે. પરંતુ એક સાંધે ત્યા તેર તૂટે તેવી સ્થિતિ સર્જાતા લોકોનો રોષ યથાવત રહયો છે. આથી આજે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે 1લી ઓકટો.થી તમામ 18 વોર્ડના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ શેરીઓના રોડ રસ્તા પેવરથી મઢવાનુ કામ શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત કરવાની ફરજ પડી હતી.