ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શિયાળાની શરૂઆતનાં પગરણ થઈ ચૂક્યા છે. વાતાવરણમાં વધતી ઠંડક અને કુદરતી સૌંદર્યનાં અદ્ભુત સમન્વયને કારણે અહીં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ અને સાહસિક પ્રવૃત્તિઓનાં શોખીનો માટે સાપુતારા હાલમાં ડબલ ધમાકા જેવો અનુભવ આપી રહ્યું છે. સાપુતારામાં વહેલી સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ ઠંડા પવનોને કારણે સમગ્ર વિસ્તાર ધુમ્મસની ચાદર ઓઢી લે છે, જે એક અલૌકિક દ્રશ્ય સર્જે છે.