ઉમરપાડા: સુરત જિલ્લામાં ઠેર ઠેર ચોમાસા બાદ પોસ્ટ મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો
સુરત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ નં.1 હેઠળના તમામ રસ્તાઓ પર ચોમાસા બાદ પોસ્ટ મોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ વ્યવસ્થા સુધારવાનો અને વાહન વ્યવહારને સરળ બનાવવાનો છે. આ કામગીરી અંતર્ગત સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો જેવા કે રાંદેર – બરબોધન – તેના રોડ (કિ.મી. 2/0 થી 14/500), સુંવાલી ટુ સુંવાલી બીચ રોડ (કિ.મી. 0/00 થી 4/200) અને જોથાણ ડાયવર્ઝન રોડ (કિ.મી. 0/00 થી 3/755) કામગીરી કરાઈ.