અડાજણ: સુરતના લિંબાયતમાં પાણીની ટાંકીમાં પડી જતાં બાળકનું મોત
Adajan, Surat | Oct 29, 2025 સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંઘરની બહાર રમતા ત્રણ વર્ષનું બાળક પાણીની ટાંકીમાં પડી જતા મોત નિપજયું હતું. મૂળ અમદાવાદના વતની જગદીશભાઈ વાસથોળા હાલ લિંબાયત વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં બે સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. જગદીશભાઈ મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાન પૈકી માનવ (3 વર્ષ) મંગળવારે સવારે ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે તે રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો.