વંથળી: કોયલી પુલ પાસે ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત, 2 ને ઇજા પહોંચી,મોબાઈલ પર વાત કરતા બાઈક ચાલક સામે ફરિયાદ
જુનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર વંથલી નજીક કોયલી પુલ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગર માંગરોળ રુટની એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.