દાહોદ: વંદે માતરમ'ના સામુહિક ગાન અને 'સ્વદેશી' શપથથી સમગ્ર દાહોદ પ્રશાસનિક તંત્ર એકસૂત્રતાથી જોડાયું
Dohad, Dahod | Nov 7, 2025 દેશની આઝાદીના સંગ્રામમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરનાર "વંદે માતરમ્" રચનાના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે દાહોદ જિલ્લામાં ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.