માણાવદરની ગવર્મેન્ટ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે માણાવદર વિધાનસભા વિસ્તારના યુવા રમતવીરોની શક્તિ અને પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે ‘સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫’ નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 'ફિટ ઈન્ડિયા' અને 'ખેલ મહાકુંભ'ના વિઝનને આગળ ધપાવતા, આ મહોત્સવ સ્થાનિક ખેલાડીઓને તેમની રમતગમત કૌશલ્ય બતાવવાની એક અનન્ય તક પૂરી પાડશે. આ પ્રસંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના અધ્યક્ષસ્થાને યોજાયો