દિયોદર: કોતરવાડા ગામે રાજરાજેશ્વરી ચામુંડા માતાજીનો 7 મો પાટોત્સવ યજ્ઞ શોભાયાત્રા ભક્તિમય માહોલ માં ઉજવાયો
દિયોદર તાલુકાના કોતરવાડા ગામે માગશર સુદ સાતમ, ગુરૂવાર, 27 નવેમ્બર 2025ના રોજ રાજરાજેશ્વરી ચામુંડા માતાજીનો સાતમો વાર્ષિક તિથિ મહોત્સવ સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો.હતો આ પ્રસંગે ગામ ફરતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજે અને દેશી ઢોલના તાલે લોકો ઝૂમ્યા હતા. ચામુંડા માતાજીના જય જયકારના નાદથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાશોભાયાત્રા બાદ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.