શનિવારના 1:10 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ પારડી પોલીસની ટીમ કલસર પાતળીયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. જે દરમિયાન દમણ તરફથી આવતી એક મહિલાને ઉભી રાખી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દા માલ કબજે લઈ લક્ષ્મીબેન લક્ષ્મણભાઈ પટેલ સામે પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે.