કપરાડા: મનાલા ખાતે AAP દ્વારા સદસ્યતા અભિયાન સંદર્ભે મહિલાઓની બેઠક મળી, જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાવિત હાજર રહ્યા
Kaprada, Valsad | Sep 11, 2025 તાલુકાના વાડધા મનાલા ગામોની મહિલાઓ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાવિતના અધ્યક્ષ સ્થાને સદસ્યતા અભિયાન અંતર્ગત એક વિશેષ બેઠક મળી હતી, જેમાં આવનારા સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી સંદર્ભે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી, જે બેઠક દરમિયાન વાડધા મનાલા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓની પણ વિશેષ હાજરી જોવા મળી હતી.