જામનગરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજંયંતિ નિમિત્તે ગુજરાતમાં તા.૧ થી તા.૧૫ નવેમ્બર દરમિયાન જન જાતીય ગૌરવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગર શહેરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.