વંથળી: ટીકર ગામે ઓઝત નદીમાં દિવાળીની રજા પર આવેલા આર્મી જવાનનું ડૂબવાથી મોત, 18 કલાકની શોધખોળ બાદ ફાયર ની ટીમને ડેડબોડી મળી
વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓઝત નદીમાં ભરત ભેટારીયા નામના આર્મી જવાનનું ડૂબી જવાથી મોત થયું છે. આર્મી જવાન ગઈકાલે બપોરે 4:00 વાગ્યા આસપાસ ડૂબ્યો હતો. ત્યારબાદ આજે સવારે તેનો મૃતદેહ મળ્યો છે. આમ 18 કલાકે ડેડબોડી મળી આવી છે. આ બનાવના પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને નદી કાંઠે લોકોના ટોળા એકઠા થયા હતા. જ્યારે ડેડબોડી નદી કિનારે લઈ આવવામાં આવી ત્યારે હાજર પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.