નવસારી: નવસારી કોર્ટના વકીલો દ્વારા રાહુલ ગાંધીની વોટ ચોરી વિરુદ્ધ ઝુંબેશને ટેકો, સહી અભિયાન યોજાયું
હાલમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવી રહેલી વોટ ચોરી વિરુદ્ધની રાષ્ટ્રીય ઝુંબેશને સમર્થન આપવા માટે નવસારી કોર્ટના પ્રાંગણમાં વકીલો દ્વારા સહી અભિયાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જાણીતા વકીલ વિરેન્દ્ર દેસાઈ, સીપી નાયક, રાજન જોશી, બીપીન રાઠોડ અને મનોજ નાયકની હાજરીમાં ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.