ખેરાલુ: ચાણસોલ નજીક થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થતાં ફરિયાદ નોંધાય
ગઈકાલે બેસતા વર્ષના દિવસે શેભર દર્શન કરીને પરત ફરતા 3 બાઈક સવારોને વેગન આર ગાડી સાથે અકસ્માત થયો હતો અને સારવાર માટે વડનગર ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન મહોર ગામના સુમિતજી દિવાનજી ઉ.વ 17નું મોત થયું છે. યુવકનું મોત થતાં અન્ય બાઈક સવાર સાહિલજી ઠાકોરે ખેરાલુ પોલીસમાં વેગન આરના ચાલક વિરુધ્ધ મોત નિપજાવ્યાની ફરિયાદ આપી છે.