જૂનાગઢ: શહેરમાં બ્રેઇન સ્ટ્રોક બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય,જોટાણીયા પરિવારે કિડની, લીવર અને કોર્નિયાનું દાન કર્યું
માનવતા અને સંવેદના નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી એક હૃદય સ્પર્શી ઘટનામાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે 60 વર્ષીય વિનોદભાઈ મોહનભાઈ જોટાણીયા નું અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઇન ડેડ જાહેર થયા બાદ જોટાણીયા પરિવાર આ સરાહનીય નિર્ણય લઈને અન્ય છ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવાનો માર્ગ મોકળો કર્યો છે.