આમોદ તાલુકાના મછાસરા ગામે આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ગામના બાળકોને સારા અને સુવિધાસભર શિક્ષણના હેતુથી રૂ. 1.60 કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આમોદના ધારાસભ્ય શ્રી ડી. કે. સ્વામીના હસ્તેવિધિ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયું.