ગણદેવી: નવસારીના બીલીમોરામાં SMC પોલીસ અને શાર્પ શૂટર ગેંગ વચ્ચે અથડામણ
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં મંગળવારે સ્ટેટ મોનિટરિંગ સેલ અને કુખ્યાત શાર્પ શૂટર ગેંગ વચ્ચે અથડામણ સર્જાઈ. મળતી માહિતી મુજબ, ગેંગના ઈસમો હથિયારો સપ્લાય કરવા શહેરમાં આવ્યા હતા. પોલીસે તેમને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઈસમોએ નાસવા માટે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વરક્ષણમાં પ્રતિ ફાયરિંગ કરતા એક ઈસમના પગમાં ગોળી વાગી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.