વિકાસ સપ્તાહ-૨૦૨૫ના અવસરે નવસારીમાં આજે નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે રૂ. ૧૩ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતના ૨૪ વર્ષની સર્વગ્રાહી વિકાસયાત્રાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાટા તળાવ ખાતે “મ્યુઝિકલ ફાઉન્ટેન” તથા આશાનગરમાં “હર ઘર નલ” થીમ આધારિત સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.