આજ રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકામાં સરકાર દ્વારા કસરત કરવા માટે ફિઝિયોથેરાપી વિભાગ બનાવવામાં આવ્યો છે.આ વિભાગમાં સરકાર દ્વારા કિંમતી અને અત્યંત મહત્વના કસરતના સાધનો ફાળવવામાં છે. જેમાં ડોક્ટરની બદલી થઈ જતાં થોડા સમય પહેલાં ચાલુ કરેલો ફિઝિયોથેરાપી વિભાગ અચાનક બંધ થઈ ગયો છે. જેથી તમામ લોકો વતી કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેરે જગ્યા પુરવા માટે સરકાર પાસે માંગણી કરી છે.