નવસારી: વાંસદા તાલુકાના મોજે-ભીનાર ગામે કલેક્ટરશ્રીની મુલાકાત, ગ્રામજનોની સમસ્યાઓને આપી તાત્કાલિક સૂચનાઓ
આજરોજ વાંસદા તાલુકાના મોજે-ભીનાર ગામે કલેક્ટરશ્રી દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સરકારી આયુર્વેદિક દવાખાનું, આંગણવાડી કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત કચેરીની કામગીરીની સમીક્ષા કરી. ગ્રામજનો સાથે સીધી વાતચીત કરીને તેમની વિવિધ સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી. સાથે જ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા તેમજ જનહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી.