આજે તારીખ 18/12/2025 ગુરુવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે રણધીકપુર પોલીસ દ્વારા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી સભામાં વાલાગોટા ગામના સરપંચ પરવતભાઈ ચૌહાણ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સભા દરમિયાન રણધીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. કે. ચૌધરી દ્વારા ગ્રામજનોને વિવિધ પોલીસલક્ષી અને જનજાગૃતિ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.